Divine Publications
ડિવાઇનને આંગણે આપ સૌ પુસ્તક્પ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે.ખૂબ જ ટૂંકાસમયમાં ગુજરાતી પ્રકાશન જગતમાં અને સાહિત્યજગતમાં એક અનોખા નામ તરીકે ડિવાઇનનું નામ ઉભરી રહ્યું છે. પુસ્તક અમારો પ્રથમ પ્રેમ છે. ગુજરાતી ભાષા..આપણી માતૃભાષા માટે સ્વાભાવિક રીતે જ ઊંડો આદર અને પ્રેમ ધરાવીએ છીએ. પુસ્તક પ્રકાશન, પુસ્તક પ્રચાર-પ્રસાર દ્વારા આપણી માતૃભાષાનો મહિમા અને વંદના કરવી એ હેતુ માટે શરૂ કરાયેલ ડિવાઇન પબ્લિકેશન્સ એ અમારું શમણું છે.
ગુજરાતી ભાષાના ખ્યાતનામ સર્જકો દ્વારા શિષ્ટમાન્ય અને વાંચકોને રસ પડે તેમની રસ-રુચિનું ઘડતર કરે તે પ્રકારે સાહિત્ય પ્રગટ કરવું તે અમારી નેમ છે. વાંચકને પોષાય તેવી કિમત રાખવી સારું પ્રોડ્કશન કરવું અને અલગ-અલગ પ્રકારની રસ-રુચિ ધરાવતા પુસ્તકપ્રેમીઓને જુદા-જુદા વિષયોના પુસ્તકો પ્રકાશિત કરીને એમના વાંચનરસને અને પુસ્તકપ્રેમને પોષવાનું અમારું દિવ્યકાર્ય ડિવાઇનના માધ્યમ દ્વારા કરી રહ્યા છીએ.આ ઉપરાંત બાળકો અને કિશોરો માટે પણ અમે તેમની વાચનનીરસ-રુચિને કેળવે, સંસ્કારનું સિંચન કરે તે પ્રકારના સાહિત્યને એક મિશનના ભાગરૂપે અમે પ્રકાશિત કરી રહ્યા છીએ
સાહિત્યના લગભગ તમામ પ્રકારના સ્વરૂપો અને પ્રકારો દ્વારા વિષય વૈવિધ્ય દ્વારા પુસ્તકોની એક મેઘધ્નુષી દુનિયા રચી રહ્યા છીએ. અમે ગુજરાતી ઉપરાંત અન્ય હિન્દી તેમજ અંગ્રેજી ભાષાનાં લેખકોનાં ખ્યાતનામ અને વિશિષ્ટ પુસ્તકોના ગુજરાતી અનુવાદો કરાવીને વાંચકોના હાથમાં રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય કક્ષાનાં પુસ્તકો મૂકીએ છીએ.એ જ રીતે ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ કૃતિઓને પણ હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરીને પ્રગટ કરવાની નેમ છે. અમે ઑડિઓ-વીડિઓ અને ઇ-બુક્સના માધ્યમમાં પણ શિષ્ટમાન્ય સામગ્રી પ્રગટ કરવા માગીએ છીએ.
પુસ્તક પ્રકાશન ઉપરાંત અમે અન્ય પ્રકાશકોના પુસ્તકોના વિતરણનું પણ કાર્ય કરીએ છીએ. વાંચક કે સંસ્થાઓના ઑર્ડર મુજબ પુસ્તકો પૂરાં પાડવાનું સેતુરૂપ કાર્ય પણ અમે કરીએ છીએ. ઉપરાંત કોઇને પુસ્તક પ્રગટ-પ્રકાશિત કરાવવું હોય, મેગેઝિન –સામયિક-જર્નલ, સુવિનિયર-સ્મારિકા વગેરે પ્રકાશિત કરાવવું હોય તો અમે કરી આપીએ છીએ.
અમારા ડિવાઇનના દિવ્યકાર્યમાં આપ અમારી સાથે જોડાઓ અને એ રીતે આપણી માતૃભાષા અને સાહિત્યપ્રેમને શબ્દના અક્ષત અને પુસ્તકના પુષ્પ દ્વારા અર્પણ કરીને માતૃભાષાની વંદના કરી આપણે સૌ સાથે મળીને સુગંધ પ્રસરાવીએ.
જય જય ગરવી ગુજરાત.